Monday - Nov 02, 2026

દિવાળીએ આપવાનો આનંદ : મોરબીમાં લોકોએ જરૂરિયાતમંદ બાળકો માટે ઉદાર હાથે દાન આપતા 600 બોક્સ સામગ્રીનુ કલેક્શન

દિવાળીએ આપવાનો આનંદ : મોરબીમાં લોકોએ જરૂરિયાતમંદ બાળકો માટે ઉદાર હાથે દાન આપતા 600 બોક્સ સામગ્રીનુ કલેક્શન

એક જ પહેલથી બે ટ્રક જેટલાં કપડાં, શૂઝ અને રમકડાં એકત્રિત થયાં

કલ્યાણ ટ્રસ્ટ અને પાટીદાર વુમન્સ ગ્રુપના ભગીરથ સેવાકાર્યમાં પરિવારો, વેપારીઓ અને બાળકોએ આપ્યો સહયોગ, પ્રતિસાદ એટલો મળ્યો કે કલેક્શન બંધ કરવું પડ્યું

RB NEWS રવિ બરાસરા : દિવાળીના તહેવારને જરૂરિયાતમંદ બાળકો માટે પણ ખુશીઓથી ભરપૂર બનાવવા મોરબી-વાંકાનેરમાં શરૂ કરાયેલા સેવાકાર્યને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પાટીદાર વુમન્સ ગ્રુપ, મોરબી દ્વારા સતત બીજા વર્ષે 'કલ્યાણ દિવાળી ખુશી અભિયાન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. ઘરમાં દિવાળીની સફાઈ દરમિયાન નીકળતાં સ્વચ્છ અને ઉપયોગમાં લઈ શકાય તેવાં કપડાં, શૂઝ, ચંપલ તથા રમકડાં જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાની સોશિયલ મીડિયા પર માત્ર એક પહેલ કરવામાં આવી હતી. આ અપીલને પગલે મોરબી અને વાંકાનેરના પરિવારો, સોસાયટીઓ, વેપારીઓ સહિતના લોકોએ ઉદાર હાથે વસ્તુઓનું દાન આપ્યું હતું. આ સમગ્ર ભગીરથ સેવાકાર્યમાં કલ્યાણ ટ્રસ્ટના ગૌરવ જાની સાથે કાજલબેન આદ્રોજા અને પાટીદાર વુમન્સ ગ્રુપનાં સાધનાબેન ઘોડાસરા સહિતની બહેનોએ જહેમત ઉઠાવી અભિયાનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખાસ કરીને અનેક વેપારીઓએ વેચાણમાં ન ગયેલો બ્રાન્ડેડ કપડાં અને શૂઝનો જથ્થો પણ જરૂરિયાતમંદો માટે અર્પણ કર્યો હતો, જ્યારે નાનાં બાળકોએ પણ પોતાના ઉપયોગનાં કપડાં આપીને સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકોનો પ્રતિસાદ એટલો વ્યાપક રહ્યો કે મોરબી અને વાંકાનેરમાંથી અંદાજે બે ટ્રક જેટલો સામાન એકત્રિત થયો છે. બોક્સમાં ગણતરી કરીએ તો અંદાજે 500થી 600 બોક્સમાં કપડાં, શૂઝ, ચંપલ અને રમકડાં એકત્રિત થયાં છે. કલેક્શનનો જથ્થો આયોજકોની છટણી અને વિતરણ કરવાની ક્ષમતા કરતાં વધી જતાં સામગ્રી સ્વીકારવાનું કાર્ય બંધ કરવાની ફરજ પડી હતી. હાલ મોરબીના વિવિધ શ્રમિક વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરતા વિસ્તારોમાં તબક્કાવાર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં જઈને બાળકો, માતાઓ અને વડીલો સુધી ઉપયોગી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાનના વિતરણ કાર્યમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ 'જોય ઓફ ગિવિંગ' પ્રવૃત્તિ અંતર્ગત જોડાયા છે. વાંકાનેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને રવિભાઈ સહિતના સેવાભાવી લોકોએ પણ કલેક્શન કાર્યમાં સહયોગ આપ્યો છે. આયોજકોનો સંકલ્પ છે કે એકત્રિત થયેલા તમામ 500થી 600 બોક્સ દિવાળી પહેલાં જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે અને એકપણ વસ્તુ વેડફાય નહીં. આ સેવાકાર્ય થકી મોરબીની દાનત અને સામાજિક એકતાની ભાવના ફરી ઉજાગર થઈ છે.

અભિયાનને પગલે હવે તબબકાવાર વિતરણ શરૂ

મોરબી અને વાંકાનેરમાં બાળકોને હાલ તબક્કાવાર વસ્તુઓનું વિતરણ ચાલી રહ્યું છે. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ બાળકો, માતાઓ અને વડીલોને સામગ્રી આપવામાં આવી રહી છે. દિવાળી પહેલાં તમામ બોક્સ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનો સંકલ્પ છે. એકપણ વસ્તુ વેડફાય નહીં અને યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તે પ્રાથમિકતા છે. મોરબીના શ્રમિક વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરતા વિસ્તારો ઉપરાંત આગામી દિવસોમાં મોરબી-વાંકાનેરના અન્ય વિસ્તારોને પણ આવરી લેવાશે.

અભિયાનની શરૂઆત માત્ર નાના પાયે થઈ છતાં અભૂતપૂર્વ પ્રતિસાદ

કોઈ મોટા પ્રચાર વિના સોશિયલ મીડિયા પર વીડિયો મારફતે અપીલ કરવામાં આવી હતી કે દિવાળીની સફાઈમાં નીકળતાં ઉપયોગી કપડાં અન્યત્ર આપવાને બદલે જરૂરિયાતમંદ બાળકો માટે અર્પણ કરવામાં આવે. કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટીદાર વુમન્સ ગ્રુપ, મોરબી, વાંકાનેરની સામાજિક સંસ્થાઓ, રવિભાઈ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ-શિક્ષકો અને ટ્રસ્ટના સ્વયંસેવકો જોડાયા છે. સામગ્રીનું કલેક્શન હાલ બંધ છે, પરંતુ ઉંમર અને સાઇઝ પ્રમાણે કપડાંની છટણી તથા વિતરણ માટે સ્વયંસેવકોની જરૂર છે. પોતાના વિસ્તારમાં વિતરણ કરવા ઇચ્છતી સંસ્થાઓ પણ સહયોગ આપી શકે છે. તેમ ગૌરવ જાની, પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી, કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, પાટીદાર વુમન્સ ગ્રુપ, મોરબીએ જણાવ્યું છે.