મોરબી:- ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી અને વર્તમાન કોમેન્ટેટર પિયુષ ચાવલા આગામી 16મી માર્ચ રવિવારના રોજ મોરબી આવી રહ્યા છે, મોરબી આવવાનો મુખ્ય હેતું મોરબીમાં તારીખ 16 માર્ચના રોજ ધ રોર ક્રિકેટ ક્લબનો ઉદ્ઘાટન સમારોહ છે, જેમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ધ રોર ક્રિકેટ ક્લબના મુખ્ય કોચ ડોક્ટર અલી ખાન અને મનદીપ સિંઘે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આગામી તારીખ 16મી માર્ચે ભારતના ભુતપૂર્વ ક્રિકેટર પિયુષ ચાવલા કે જેવો ભારતીય ક્રિકેટ ટીમ 2007 અને 2011 ના વર્લ્ડ કપની ટીમમાં સામેલ હતા, અને ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી, તેઓ દ્વારા ધ રોર ક્રિકેટ ક્લબનો ઉદ્ઘાટન કરવામાં આવશે, પિયુષ ચાવલા 16 માર્ચ રવિવારે સવારે દસ વાગે મોરબી-૨ સામાકાંઠે આવેલ ધ રોર ક્રિકેટ ક્લબનું ઉદ્ઘાટન કરશે, જેમાં મોરબીના સૌ લોકોને આ ઉદઘાટન સમારોહમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે,
મોરબીની ક્રિકેટ પ્રેમી જનતાને જણાવી દઈએ કે ધ રોર ક્રિકેટ ક્લબ એ મોરબીમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ શીખવા માટેનું એકમાત્ર સ્થળ છે. જેનું ગુજરાતનું સૌથી મોટું 360 ડિગ્રી મીની સ્ટેડિયમ છે.