વાંકાનેર : વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ દુધરેજીયા ઉ.વ.38 નામના મહિલાને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારી હોય જેથી બીમારીની દવા ચાલુ હોય બીમારીથી કંટાળી ગઈકાલે બપોરના સમયે પોતાના ઘેર બીજા માળે પંખા સાથે ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.