Wednesday - Apr 29, 2026

વાંકાનેરના ભાયાતી જાંબુડિયામાં નવોઢાએ બે માસના દામ્પત્યજીવનમાં જ જીવનલીલા સંકેલી

વાંકાનેરના ભાયાતી જાંબુડિયામાં નવોઢાએ બે માસના દામ્પત્યજીવનમાં જ જીવનલીલા સંકેલી

બાથરૂમ સાફ કરવાનું લિકવિડ પી જતા રાજકોટ સારવાર દરમિયાન મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે બે માસ પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાનાર નવવધુએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર બાથરૂમ સાફ કરવાનું લીકવિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા હીનાબા યોગીરાજસિંહ ઝાલા ઉ.વ.27 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર તા.27ના રોજ સાંજના સમયે પોતાના ઘેર બાથરૂમ સાફ કરવાનું લીકવિડ પી લેતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હીનાબાના લગ્ન બે માસ પૂર્વે જ થયા હોવાનું સામે આવ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.