Saturday - May 16, 2026

માળીયાના ભાવપર ગામે સગીરાએ નાનીમાના ઘરે ગળેફાંસો ખાઈ જીવ દીધો

માળીયાના ભાવપર ગામે સગીરાએ નાનીમાના ઘરે ગળેફાંસો ખાઈ જીવ દીધો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે અરેરાટી ભર્યા એક બનાવમાં મૂળ રાજકોટ ખાતે રહેતી સગીરાએ નાનીમાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજકોટના બેડીપરા ફાયર બ્રિગેડ પાસે મનહરપરા વિસ્તારમાં રહેતી અને હાલ નાનીમાંના ઘેર રહેતી નિકિતાબેન કનુભાઈ સાથલપરા ઉ.17 નામની સગીરાએ માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે છગનભાઇ મમુભાઈ રિણીયાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.