મોરબી : ટંકારા તાલુકાના ઓટાળા ગામે અતુલભાઈ પોપટભાઈ વીરસોડિયાના ગોદામમાં ગોવિંદભાઇ શિવનારાયણભાઈ પ્રજાપતિ ઉ.વ.20 નામના યુવકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.