Friday - May 08, 2026

ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં પાણી પ્રશ્ને તંત્રને ઢંઢોળવા થાળીનાદ

ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં પાણી પ્રશ્ને તંત્રને ઢંઢોળવા થાળીનાદ

 ટંકારાના લતીપર રોડ પર તાલુકા પંચાયત ઓફિસ સામે આવેલી લક્ષ્મીનારાયણ નગર સોસાયટી-5ના રહીશોએ પાણી બાબતે આજે નગરપાલિકા કચેરી ખાતે બેસીને થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને પાણી આપવા માગ કરી હતી.
 

લક્ષ્મીનારાયણનગર સોસાયટી-5માં છેલ્લા ઘણા દિવસોથી પાણી આપવામાં આવતું નથી. સોસાયટીમાં આશરે 150 જેટલા ઘર આવેલા છે. ત્યારે આ અંગે રહીશોએ અવાર નવાર મૌખિક રજૂઆત કરી હતી. જો કે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે અને સાથે જ મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં બેસીને થાળી વગાડીને નિયમિત પાણી આપવા ઉગ્ર માગ કરી છે.