Sunday - Jul 05, 2026

માળીયામાં મામલતદાર કચેરી ગ્રામ્ય વિસ્તારમાં ખસેડવામાં આવશે તો આંદોલનની ચીમકી

માળીયામાં મામલતદાર કચેરી ગ્રામ્ય વિસ્તારમાં ખસેડવામાં આવશે તો આંદોલનની ચીમકી

મોરબી : માળિયા (મિયાણા) મામલતદાર કચેરી શહેરમાંથી અન્ય બીજી જગ્યાએ ન ખસેડવા બાબતે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ મંત્રી ઇકબાલભાઈ સુભાનભાઈ સંઘવાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ મામલતદાર કચેરી માળીયા મિયાણા નવા બાંધકામ વિશે ચર્ચા થઈ રહી છે. જેમાં અમુક રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી 15 કિલોમીટર દૂર સરવડ ગામ તરફ ખસેડી જવા પ્રયત્ન કરી રહ્યા છે. શહેરમાંથી કચેરી ખસેડવાથી કાજેડા, ચીખલી, સુલતાનપુર, માણાબા, ખાખરેચી, કુભારીયા, વેણાસર, રોહિશાળા, ઘાટીલા, હરિપર, વાધરવા, વીર વિદરકા, ખીરઈ જેવા ગામોને 15 કિલોમીટર દૂર થશે. માળીયા શહેર તાલુકાનું મુખ્ય મથક હોય અને સાથે તાલુકાનું વચ્ચ સેન્ટર હોય નવી મામલતદાર કચેરીનું બાંધકામ માળિયા શહેરમાં જ થવું જરૂરી છે. જો મામલતદાર કચેરી શહેરને બાદ કરી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં બનાવવા પ્રયાસ કરાશે. તો ના છૂટકે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે