Monday - May 04, 2026

માનવતા મહેકી: મોરબીના જેઠલોજા પરિવારે દુઃખની ઘડીમાં લીધો ક્રાંતિકારી નિર્ણય,

માનવતા મહેકી: મોરબીના જેઠલોજા પરિવારે દુઃખની ઘડીમાં લીધો ક્રાંતિકારી નિર્ણય,

બ્રેઈનડેડ પિતાના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવજીવન

​"સ્વજન ગુમાવ્યાનું દુઃખ અપાર હતું, પણ કોઈકના ઘરનો દીવો ફરી પ્રગટે તે માટે પરિવારે પિતાના અંગોનું દાન કરી સમાજને પૂરી પાડી નવી રાહ."

​મોરબી/રાજકોટ:"દેહ ભલે પંચમહાભૂતમાં ભળી જાય, પણ અંગો જીવંત રહીને કોઈના શ્વાસ બની શકે છે" - આ ઉક્તિને મોરબીના એક પરિવારે સાર્થક કરી બતાવી છે. મૂળ પીપળી ગામના અને હાલ મોરબીના નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધના બ્રેઈનડેડ થતા, તેમના પુત્ર અને પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈ સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ પીપળી ગામના વતની અને હાલ મોરબીમાં રામકો બંગલાની પાછળ, ઓપેરા સ્કેવર-801 માં રહેતા સ્વ. કાંતિલાલભાઈ સવજીભાઈ જેઠલોજા (ઉ.વ. 61) ને ગતરોજ અચાનક બ્લડ પ્રેશર (BP) લો થઈ જતાં તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

માનવતા મહેકી: મોરબીના જેઠલોજા પરિવારે દુઃખની ઘડીમાં લીધો ક્રાંતિકારી નિર્ણય,

​સારવાર દરમિયાન તારીખ 1 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ડોક્ટરો દ્વારા કાંતિલાલભાઈને 'બ્રેઈનડેડ' જાહેર કરવામાં આવ્યા હતા. એક તરફ પિતા ગુમાવ્યાનો આઘાત હતો, ત્યારે બીજી તરફ સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતકના પુત્ર નવદીપભાઈ જેઠલોજા ને અંગદાનના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.

​દુઃખની પળમાં ઉમદા નિર્ણય:
પિતાની વિદાયના આઘાત વચ્ચે પણ નવદીપભાઈએ અડીખમ મનોબળ દાખવ્યું હતું. હોસ્પિટલ સ્ટાફની પ્રેરણા અને સમાજ પ્રત્યેના ઋણાનુબંધને સમજીને તેમણે પિતાના અંગોનું દાન કરવા માટે ત્વરિત સંમતિ આપી હતી.

માનવતા મહેકી: મોરબીના જેઠલોજા પરિવારે દુઃખની ઘડીમાં લીધો ક્રાંતિકારી નિર્ણય,

​આ નિર્ણય બાદ, તાત્કાલિક અમદાવાદથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ બોલાવવામાં આવી હતી. ગઈકાલે બપોરે 3:00 વાગ્યાની આસપાસ અમદાવાદની મેડિકલ ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને રાત્રે 8:00 વાગ્યા સુધીમાં અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સ્વ. કાંતિલાલભાઈના શરીરમાંથી એક લિવર અને બે કિડની નું દાન લેવામાં આવ્યું હતું, જે હવે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષશે.

​પુત્રનો સંદેશ:
આ અંગે સ્વ. કાંતિલાલભાઈના પુત્ર નવદીપભાઈ જેઠલોજાએ જણાવ્યું હતું કે, "હોસ્પિટલ દ્વારા અમને સાચી દિશા મળી અને અમે વિચાર્યું કે પિતાજીનો દેહ ભલે શાંત થઈ ગયો હોય, પણ તેમના અંગો થકી કોઈ બીજાના જીવનમાં અજવાળું થતું હોય તો તેનાથી રૂડું શું? અમારો આ નિર્ણય ભવિષ્યમાં બીજા લોકોને પણ અંગદાન માટે પ્રેરણા આપે અને મોરબીની જનતામાં જાગૃતિ આવે તે જ અમારો ઉદ્દેશ્ય છે."

​જેઠલોજા પરિવારનો આ ત્યાગ ખરેખર વંદનીય છે. મોરબી અને પીપળી પંથકમાં તેમના આ નિર્ણયની ભારે સરાહના થઈ રહી છે.

માનવતા મહેકી: મોરબીના જેઠલોજા પરિવારે દુઃખની ઘડીમાં લીધો ક્રાંતિકારી નિર્ણય,