Thursday - Jul 02, 2026

ભારે કરી ! વાંકાનેરના લાલપરમાં 12 વર્ષની બાળાએ ગળાફાંસો ખાઈને જીવ દીધો

ભારે કરી ! વાંકાનેરના લાલપરમાં 12 વર્ષની બાળાએ ગળાફાંસો ખાઈને જીવ દીધો

વાંકાનેર : આજના આધુનિક યુગમાં સહનશક્તિ ઘટી છે. મોટેરાઓ કે વૃદ્ધ લોકો ચિંતામાં કે અન્ય કોઈ કારણોસર આપઘાત કરી લેતા હોય છે પરંતુ આજની ભાવિ પેઢી એવા બાળકો પણ હવે આપઘાત કરતા થયા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. આવા જ એક બનાવમા વાંકાનેરના લાલપરમા એક શ્રમિક પરિવારની 12 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ શાહ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા અમરસિંહભાઈ રાદુભાઈ ડામોરની 12 વર્ષની પુત્રી સંજુબેને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.