મોરબીઃ આ ઉત્સવમાં ભગવાન શ્રી રામ ચંદ્રજીની મહાઆરતી અને વિવિધ ફ્રૂટના જ્યુસ અને ફૂલ વડે મોરબીના ભક્તો એ રામ દરબારનો મહાભિષેક કરવામાં આવ્યો હતો.
આ ઉત્સવમાં વધુ આનંદ પ્રદાન કરવા વૃંદાવન થી ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા અને શ્રી રામ કથાનું બધા ને આસ્વાદન કરાવ્યું હતું. ભગવાનના મહાહરીનામ સંકીર્તન સાથે આ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો અને લોકો ખુબ આનંદ પૂર્વક નાચ્યાં હતા.
વિશેષ રૂપે નાના બાળકો દ્વારા ભગવાનના ચિત્રો બનાવી ને ભગવાનને અર્પણ કર્યા હતા.
આ મહામહોત્સ્વમાં મોરબી થી અતુલ વિષ્ણુ દાસ દ્વારા સર્વે ને અપીલ કરવામાં આવી કે સર્વે મોરબીની જનતા એ ભગવાનના ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ અને ટૂંક સમય માં ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે તો આ વર્ષે મોરબીના આસ પાસ ના ગામડાઓ માં પણ જગન્નાથજીનો રથયાત્રા મહોત્સવ ઉજવાશે. જેથી સર્વે લોકો પોતાનો સાથ સહયોગ આપી ભગવાનના ઉત્સવો માં વધુ સહભાગી બને તેમ તેમને જણાવ્યું હતું.