મોરબી : રોકડિયા હનુમાનજી મંદિર વાઘપર મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તારીખ ૧૨-૦૪-૨૦૨૫ને શનિવાર ને ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહપ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનોએ સહપરિવાર સાથે પધારવા રોકડિયા હનુમાનજી મહારાજ ટ્રસ્ટ વાઘપર પીલુડી વતી ખાસ હાર્દિક નિમંત્રણ છે.