Friday - Jul 03, 2026

મોરબીના નાની વાવડી ખાતે ‘શ્રી રામ ચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞ’નું ભવ્ય આયોજન

મોરબીના નાની વાવડી ખાતે ‘શ્રી રામ ચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞ’નું ભવ્ય આયોજન

દિનેશબાપુ કેરાળીવાળાના સ્વમુખે ભક્તો કથાનું રસપાન કરશે

મોરબી: મોરબી જિલ્લાના નાની વાવડી મુકામે ભક્તિમય માહોલ વચ્ચે આગામી દિવસોમાં ભવ્ય ‘શ્રી રામ ચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞ’ (રામ કથા)નું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગોપી મંડળ તથા સોસાયટીના સહયોગથી આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ પવિત્ર કથામાં વક્તાશ્રી તરીકે દિનેશબાપુ કેરાળીવાળા (કેરાળી વાળા) બિરાજશે અને પોતાની અમૃતવાણી દ્વારા ભાવિકોને રામ કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત, સદગુરુશ્રી ખાખીશ્રી ૧૦૦૮ શ્રી પ્રભુદાસજી બાપુ (અયોધ્યાવાસી-હાલ વીરનગર)નું પણ વિશેષ સાનિધ્ય અને આશીર્વાદ પ્રાપ્ત થશે.
 

મોરબીના નાની વાવડી ખાતે ‘શ્રી રામ ચરિત માનસ નવાહ પારાયણ પ્રેમયજ્ઞ’નું ભવ્ય આયોજન

કાર્યક્રમની વિગત:
* કથા પ્રારંભ: તા. ૨૨-૧-૨૦૨૬, ગુરુવાર
* કથા વિરામ: તા. ૩૦-૧-૨૦૨૬, શુક્રવાર
* કથાનો સમય: બપોરે ૨:૩૦ થી ૬:૩૦ કલાક સુધી

* કથા સ્થળ: કબીર આશ્રમની સામે, ભૂમી ટાવરની બાજુમાં, આશુતોષ મહાદેવ મંદિરની બાજુમાં, નાની વાવડી, તા. જિ. મોરબી.

આયોજક સમસ્ત ગોપી મંડળ અને સોસાયટી દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને આ રામ કથામાં પધારી પ્રભુ ભક્તિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.