મોરબીમાં જન્માષ્ટમીનો તહેવાર પૂરો થતાં જ ગણેશ મહોત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઠેરઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના વૈભવી વિસ્તાર એસ.પી. રોડ ઉપર કસ્તુરી હાઇટ્સની બાજુમાં મોરબી ખાતે મયુરનગરી કા રાજા નામના ગણેશ મહોત્સવનું ઠાઠમાઠથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 સપ્ટેમ્બરના રોજ દુંદાળા દેવનું વાજતે ગાજતે સ્થાપન કરવમાં આવશે અને 16 સપ્ટેમ્બરના રોજ આ ગણેશ મહોત્સવનું સમાપન કરવામાં આવશે. આથી દસે દસ દિવસ દરરોજ અર્ચના, આરતી સહિતના ભક્તિસભર અને રાસ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.આથી આ ભવ્ય ગણેશ મહોત્સવનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજક મોરબીના યુવા વૃંદએ જાહેર અપીલ કરી છે.