Monday - Aug 24, 2026

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રક્ષાબંધન નિમિતે 1001 જનોઈનું વિનામૂલ્યે વિતરણ

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રક્ષાબંધન નિમિતે 1001 જનોઈનું વિનામૂલ્યે વિતરણ

મોરબી : પવિત્ર શ્રાવણ માસ તેમજ બળેવ અને રક્ષાબંધન પર્વ અંતર્ગત પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા ગઈકાલે રવિવારના રોજ મોરબી શહેરમાં નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલ અંતર્ગત શહેરના વિવિધ ધાર્મિક સ્થળો પર કુલ 1001 જનોઈનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
 
મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રક્ષાબંધન નિમિતે 1001 જનોઈનું વિનામૂલ્યે વિતરણ

કાર્યક્રમ અંતર્ગત મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર (વાઘપરા), સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ, બ્રહ્મપુરી સોસાયટી, કુબેરનાથ મંદિર, ત્રિલોકધામ, શોભેશ્વર મહાદેવ મંદિર અને પરશુરામધામ મંદિર ખાતે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રક્ષાબંધન નિમિતે 1001 જનોઈનું વિનામૂલ્યે વિતરણ

આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગૃપ મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, મહામંત્રી ધર્મભાઈ રાવલ તેમજ વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા, ભાર્ગવ મહેતા, હિમભાઈ દવે, દીપભાઈ પંડ્યા, બળદેવભાઈ, આશિષભાઈ દવે, દેવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ ઠાકર, ભાર્ગવભાઈ શુક્લા, ઋષિભાઈ આચાર્ય, હાર્દિકભાઈ ભટ્ટ, દેવાશીષ જાની, કપિલભાઈ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ લોકોનો પરશુરામ યુવા ગૃપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રક્ષાબંધન નિમિતે 1001 જનોઈનું વિનામૂલ્યે વિતરણ