Saturday - May 18, 2024

મોરબી જિલ્લામાં પ્રથમવાર 22મીએ RSS પ્રેરિત ભવ્ય લોકડાયરો

મોરબી જિલ્લામાં પ્રથમવાર 22મીએ RSS પ્રેરિત ભવ્ય લોકડાયરો

હિન્દૂ સનાતન સંસ્કૃતિની ઐતિહાસિક વિરાસત સમાન ભગવાન શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી 22મીએ સમગ્ર દેશ માટે અતિ ગૌરવપ્રિય ભવ્યાતિભવ્ય ભગવાન શ્રીરામના બિરાજમાન એટલે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોય આ ઐતિહાસિક પર્વ દરેક દેશવાસીઓ માટે અભૂતપૂર્વ હોવાથી સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લો પણ પ્રભુ રામમય બની ગયો છે. તેથી મોરબી જિલ્લામાં પ્રથમ વખત ન ભૂતો ન ભવિષ્યતિની જેમ અયોધ્યામાં યોજાનાર આ પર્વને પણ ટંકારાના નાના રામપર ગામે  આયોજન કરી આરએસએસ પ્રેરિત ભવ્ય લોકડાયરો યોજાશે.

મોરબી જિલ્લામાં પ્રથમવાર 22મીએ RSS પ્રેરિત ભવ્ય લોકડાયરો

આગામી 22મીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જેમ જ ટંકારાના  નાના રામપર ગામે બે દિવસ સુધી ગામના રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ સુધી વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવવાની છે. જેમાં તા. 21ના સવારે 7:30 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે, બપોરના 2:30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ તા. 22ના સવારે 10:30 કલાકે મૂર્તિ અભિષેક અને બપોરના 1:30 કલાકે બીંડુ હોમાશે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 22ના ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસ સ્થાને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રીના 9 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં બ્રિજરાજદાન ગઢવી, પુજાબેન ચૌહાણ, મિલન પટેલ, રવિ આહિર, જયંતિલાલ વ્યાસ સહીતના કલાકારો ઉપસ્થિત રહેશે. જો કે આ કાર્યક્રમમાં મહત્વની બાબત એ છે કે, મોટાભાગે ગૌશાળા માટે યોજાતો લોક ડાયરો આ ગામે કદાચ પ્રથમવાર આરએસએસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના લાભાર્થે આ લોક ડાયરો યોજાશે. જેમાં થનાર તમામ આવક આ બન્ને સંસ્થાઓને અર્પણ કરાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ટંકારા તાલુકા તેમજ નાના રામપર ગામની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા ભગવાનજીભાઈ કાલરીયાના પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં પ્રથમવાર 22મીએ RSS પ્રેરિત ભવ્ય લોકડાયરો