ફાયર બીગ્રેડે સમયસર આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી
મોરબી : મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતી પ્લોટ વિસ્તારમાં જલારામ મંદિરની બાજુમાં આવેલા એક બંધ જુના મકાનમાં આજે બપોરે અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જો કે મકાન બંધ હોવાથી સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈને આગને સમયસર કાબુમાં લઇ અન્યત્ર પ્રસરતા અટકાવી દેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
મોરબી ફાયર કંટ્રોલ રૂમને બપોરે 02:58 વાગ્યે લાતી પ્લોટમાં જલારામ મંદિરની બાજુમાં આવેલ એક બંધ જુના મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર સાથેનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કચરામાં દારૂની બોટલો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી.