Sunday - Oct 13, 2024

ટંકારાના ડેમી -3 ખાલી કરવા સામે ખેડૂતોનો વિરોધ

ટંકારાના ડેમી -3 ખાલી કરવા સામે ખેડૂતોનો વિરોધ


મોરબી : ટંકારા તાલુકાના ગજડી ગામ નજીક આવેલ વિશાળ ડેમી -3 જળાશયના દરવાજા અને સીલવે જોખમી બન્યો છે.આથી એક વર્ષથી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમિટીએ આ ડેમની સતત  મુલાકાત કરીને નિરક્ષણના અંતે ડેમ ભરવો જોખમી હોવાનો અહેવાલ રજૂ કરતા અંતે
ડેમ ખાલી કરવા સરકારે સૂચના આપી હોવાથી મોરબી ડેમી યોજનાના અધિકારીઓએ આ ડેમ ખાલી કરવા કાર્યવાહી હાથ ધરી છે જેની સામે ખેડૂતો બગાવત ઉપર ઉતરી આવ્યા છે.

જિલ્લા સિંચાઈ અધિકારીના જણાવ્યા મુજબ ડેમી- 3 યોજના ડેમ વર્ષ 2002મા નિર્માણ થયો હતો. આ ડેમમાં 339 એમસીએફટી જળ સંગ્રહ ક્ષમતા છે. જો કે, હાલમાં સરકારની સૂચના મુજબ ડેમમા પાણીનો સંગ્રહ કરવો હિતાવહ ન હોવાનો રિપોર્ટ આવતા નિયમોનુસાર ડેમને આજે સોમવારથી ખાલી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટંકારા તાલુકાના ખાનપર, ચાચાપર, કોયલી, ગજડી, રામગઢ, કૃષ્ણનગર, ખોડાપીપર, ધૂળકોટ અને આમરણને સિંચાઈનો લાભ આપતો ડેમી -3 ડેમ જર્જરિત હોવાથી સરકારે ડેમ ખાલી કરવા નિર્ણય લીધો છે ત્યારે આ ડેમનું પાણી ખાલી થઈ જાય તો ખેડૂતોને પાક બચાવો મુશ્કેલ બની જાય તેમ હોવાનું અને પીવાનું પાણી પણ તળિયા જાટક થઈ જાય તેમ હોવાથી ખેડૂતોએ ડેમ ખાલી ન કરવા માંગ ઉઠાવી ડેમ ઉપર જ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટંકારાના ડેમી -3 ખાલી કરવા સામે ખેડૂતોનો વિરોધ