Saturday - Jul 04, 2026

મોરબીના સાહિત્ય ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓએ પ્રખર વિદ્ધાન અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે કર્યો વાર્તાલાપ

મોરબીના સાહિત્ય ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓએ પ્રખર વિદ્ધાન અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે કર્યો વાર્તાલાપ
મોરબીના સાહિત્ય ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓએ પ્રખર વિદ્ધાન અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે કર્યો વાર્તાલાપ
મોરબીના સાહિત્ય ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓએ પ્રખર વિદ્ધાન અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે કર્યો વાર્તાલાપ

શાહબુદ્દીન રાઠોડે પોતાની ગંભીરતામાં જ શ્રેષ્ઠ હાસ્ય પીરસવાની શૈલીને શેર કરી

મોરબી : જાણીતા સાહિત્યકાર અને વિદ્ધાંન તેમજ સાહિત્ય, સમાજ અને દેશ માટે આપેલા યોગદાન બદલ સરકારે નવાજેલા પદ્મ વિભૂષિત શાહબુદ્દીન રાઠોડને ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ઓળખતું નહિ હોય. આવા પ્રખર વિદ્વાન  અને ગુજરાતી જ નહીં પણ હિંદી, ઈંગ્લિશ સહિતની ભાષાના સાહિત્યની ઊંડી સમજ ધરાવતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ પાસેથી સાહિત્યનું સારું જ્ઞાન મેળવીને સાહીત્ય સર્જનથી સમાજને કેમ વધુ ઉપયોગી બની દેશસેવા કરી શકાય તે માટે મોરબીના સાહિત્ય ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે તેમના નિવાસસ્થાને તેમની મુલાકાત લઈને તેમની સાથે સંવાદ કર્યો હતો. આ તકે શાહબુદ્દીન રાઠોડે પોતાનું શિક્ષણ, બચપણ, ઉછેર, સાહિત્ય પ્રેમ, હાસ્યકાર તરીકેની સિદ્ધિથી લઈ હાલની જૈફ વયે પણ "લાફટર ઇઝ બેસ્ટ મેડિસન" મુજબ હસ્યની સફર ચાલુ રાખીને ગંભીરતામાં હાસ્ય પીરસવાની શૈલીને શેર કરી હતી.

શાહબુદ્દીન રાઠોડ ગુજરાત રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર લેખક વાર્તાકાર અને પ્રસિદ્ધ શિક્ષક રહી ચૂક્યા છે તેમને સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મળ્યા બાદ તેમની સાથે મોરબીના યુવાનો એડવોકેટ મિતેશ દવે એડવોકેટ દર્શન દવે અને લેખક પરમ જોલાપરા તેમની સાથે જીતભાઈ નિમાવત અને થાનગઢના સ્થાનિક એડવોકેટ કે.કે. પરમારે શુભેચ્છા અને પ્રેરણાદાયક મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન પદ્મશ્રી શાહબુદીન રાઠોડે ગુજરાતી ભાષા લોક સાહિત્ય હાસ્ય અને સમાજના વાંચન મંચ કાર્ય વિશે પોતાના અમૂલ્ય વિચારો પ્રગટ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાસ્યમય વર્તનથી જીવનમાં આશાવાદ સંસ્કાર અને એકતા નું નિર્માણ થાય છે પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય પુરસ્કાર સર્જનાત્મક શિક્ષણ અને સમાજસેવા માટે નવી ઉર્જા આપે છે. જે તેમની ભાવનાત્મક વાતોમાં સ્પષ્ટ દેખાતું હતું.

લેખક પરમ જોલાપરા દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે ગુજરાતના સર્જકોને દેશ વિદેશમાં માન સન્માન મળે તેવા પ્રયત્નો જરૂરી છે, યુવા વર્ગોને વાંચન અને સર્જન માટે હંમેશા પ્રોત્સાહિત રહેવું જોઈએ, આ સમગ્ર મુલાકાત આનંદપૂર્ણ અને ઉત્સાહ જનક રહી. સાથે સમાજસેવા અને કલા સાહિત્યનું ઊંડું ચિંતન મનન થયું હતું.