Friday - Jul 17, 2026

મોરબી નજીક ઇકો, ટ્રક અને બોલેરો એકબીજા સાથે અથડાયા બાદ ઇકો કારની ગુલાંટ

મોરબી નજીક ઇકો, ટ્રક અને બોલેરો એકબીજા સાથે અથડાયા બાદ ઇકો કારની ગુલાંટ

મોરબી : મોરબીના પરશુરામ બ્રિજ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક, બોલેરો અને ઇકો ગાડી એકબીજા સાથે ટકરાયા બાદ ઇકો કાર પલ્ટી મારી ગઈ હતી.

નવલખી ફાટક પાસેના પરશુરામ બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર વધુ એક અકસ્માત થયો હતો. જેમાં એક ઇકો ટ્રક સાથે વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યાં પાછળથી એક બોલેરો પણ તેની સાથે ટકરાયો હતો. ઇકો ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પણ અકસ્માતને પગલે થોડો સમય માટે ટ્રાફિક સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.