Sunday - Jul 05, 2026

મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા દુલર્ભજીભાઈ દેથરીયા

મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા દુલર્ભજીભાઈ દેથરીયા

મોરબી : મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે સાંજે આ સત્તાવાર ઘોષણા કરી હતી. જે બદલ ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માનતા કહ્યું હતું કે, મોરબી હવે મહાનગરપાલિકા બનતા લોકોને ઘણો જ ફાયદો થશે. નગરપાલિકામાંથી મહાપાલિકા બનતા હવે મોરબીમાં આઈએએસ કક્ષાના અધિકારીઓ મળશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઘણો સુધારો થશે. મોરબીમાં ધરખમ પરિવર્તન આવશે. પ્રાથમિક સુવિધા, બાંધકામ ક્ષેત્રે સુધારા થશે. નગરપાલિકામાં અત્યાર સુધી જે ગ્રાન્ટ મળતી હતી તેમાં હવે ઘણો જ વધારો થશે. એક રીતે મોરબીની કાયાપલટ થઈ જશે અને મોરબીનો તમામ રીતે વિકાસ થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતી.