Saturday - May 18, 2024

સજ્જનપર ગામમાં સિંચાઇની ભરપૂર સુવિધા હોવાથી હાલમાં પણ 4 હજાર જેટલી વસ્તી ટકી રહી

સજ્જનપર ગામમાં સિંચાઇની ભરપૂર સુવિધા હોવાથી હાલમાં પણ 4 હજાર જેટલી વસ્તી ટકી રહી

વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ગણાતા ટંકારા પંથકમાં આજે એક એવા ગામની વાત સામે આવી છે કે જેમાં સિક્કાની બે બાજુ છે. સિક્કાની એક બાજુ એ છે કે, ગામની અંદરના રોડ રસ્તા, લાઈટ, ગટર, સફાઈ તેમજ સૌથી અગત્યની સિંચાઇની ભરપૂર સુવિધાઓ હોય ગામમાં હજુ પણ ભારે વધુ કહી શકાય તેટલી અંદાજીત 4 હજારની વસ્તી ટકી રહી છે. પણ બીજી બાજુ ગામને જોડતા મોટાભાગના માર્ગો કાચા છે અને પુલિયા પણ જર્જરિત થઈ ગયા છે. તેથી ચોમાસામાં ગ્રામજનોને ભારે તકલીફ થાય છે.

ટંકારાના સજ્જનપર ગામના સરપંચ રિનાબેન પ્રેમજીભાઈ જાદવ કહે છે કે, તેમનું ગામ વર્ષો પુરાણુ છે. એકંદરે કેટલા વર્ષો જૂનું છે એની પુરી માહિતી નથી. પણ આઝાદી પછી વિકાસ થયો છે. આ ગામમાં ખેતી અને ઉદ્યોગ મુખ્ય વ્યવસાય છે.આ ગામમાં સિંચાઇ અને પીવાના પાણીની પુરી સગવડ છે. એટલે ખેતી હરીભરી રહેતી હોય તેમજ પ્રદુષણ રહિત નાના મોટા ઉધોગો ચાલુ હોવાથી ગામના બધા લોકોને રોજગારી મળતી હોય ગામની 4 હજાર જેટલી વસ્તી હજુ પણ ટકી રહી છે. આ ગામનું જરાય શહેરીકરણ થયું નથી. સમસ્યાઓ છે. પણ ગામલોકો સમસ્યાઓ સામે ઝૂકે એમ નથી. જેમાં પાણી, લાઈટ, શિક્ષણ, ગટર, અંદરના રોડ, સિંચાઇ સહિતની ઘણી ખરી મોખરાની સુવિધાઓ હોવાથી ગ્રામજનો ખુશહાલ છે અને જે સુવિધાઓ નથી એનો રંજ છે ખરો. પણ પીછેહઠ ક્યારેય કરી નથી. આ સમસ્યાઓમાં સજજનપર સાથે જોડાયેલા પંચાસિયા, વાંકીયા, બીલેશ્વર, હડમતીયા અને મેઈન રામાપીરથી નવા સજ્જનપરનો કાચો માર્ગ તાકીદે રીપેર કરો એવી ઘણા સમયની સરપંચની માંગ પુરી થઈ નથી. જો આ માંગણીઓ પુરી થાય ખાસ કરીને ચોમાસામાં મુશ્કેલી પેદા કરતા પુલિયાની યોગ્ય કામગીરી થાય તો ગ્રામજનોને મોટી રાહત થાય એમ છે.