મોરબી : મોરબીના રામ ઓર શ્યામ નગરમાં આજે કૂતરું અચાનક હડકાયું થયું હતું અને કૂતરાએ આતંક મચાવી એકસાથે આઠેક વ્યક્તિને કરડીને ઘાયલ કરી દીધા હતા. આથી આ તમામને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.કૂતરાના આંતકને કારણે આ વિસ્તારના રહીશોને શેરીના નીકળવું ભારે થઈ પડ્યું છે.
કૂતરાના આંતકની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલારામ ઓર શ્યામ નગરમાં આજે એક કૂતરાને જાણે હડકવા ઉપડ્યો હોય એમ આ કૂતરાએ શેરીમાં જે નીકળે એને બચકા ભરાતા નાસભાગ થઈ ગઈ હતી. આ કૂતરાએ એકસાથે આઠેક વ્યક્તિને શિકાર બનાવ્યાનુ જાણવા મળ્યું છે. આજે સવારમાં કૂતરા શેરીમાં આવતા જતા 8 લોકોને બચકા ભરી લીધા હતા. કૂતરું કરડતા આઠ વ્યક્તિઓ ઘાયલ થવાથી આ તમામને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. કૂતરું હડકાયું થઈને જે નીકળે એને શિકાર બનાવતું હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે અગાઉ મોરબો મહાનગરપાલિકાએ શેરીમાં રખડતા કુતરા સામે કાર્યવાહીની વાતો કરી હોય પણ એનો નક્કર અમલ ન થતા વારંવાર કુતરાઓ આંતક મચાવતા હોવાથી લોકોની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે.