Saturday - Jul 04, 2026

પશુપાલન નિયામક- ડો. જે. વી. પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો

પશુપાલન નિયામક- ડો. જે. વી. પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો

મોરબીઃ આજ રોજ પશુપાલન વિભાગ હસ્તકના તાંત્રિક તાલીમ કેન્દ્ર મોરબી ખાતે ફરજ બજાવતા મદદનીશ પશુપાલન નિયામક- ડો. જે. વી. પટેલનો વય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો. તેઓ તમામ અધિકારી - કર્મચારીઓ સાથે તાલ મેલ સાધી પોતાની ત્વરિત કામ કરવાની ભાવનાને લીધે અને ઉમદા સ્વભાવ ને કારણે પોતાની પશુપાલન ખાતાની ૩૨ વર્ષની સેવા પૂર્ણ કરી વય નિવૃત્તિ થતા હોય પશુપાલન પરિવાર- મોરબી દ્વારા શ્રીફળ-પડો આપી અને સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપીને ભાવ-વિભોર વિદાય આપી સુખી અને દીર્ઘાયુ જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

પશુપાલન નિયામક- ડો. જે. વી. પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો

આ પ્રસંગે ડો.એન.જે.ફળદુ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત મોરબી, નિવૃત્ત અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ પશુપાલન વિભાગ - મોરબી જિલ્લા ની તમામ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ આ પ્રસંગને સફળ બનાવવા માટે ડો.એચ.ડી.ચિખલીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.