Wednesday - Apr 30, 2025

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ પાણીપત ચેમ્પિયન ટ્રોફીની રનર અપ બની હતી.

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ પાણીપત ચેમ્પિયન ટ્રોફીની રનર અપ બની હતી.

હરિયાણાના પાણીપતમાં 17 થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આંતર રાજ્ય ઓલ ઈન્ડિયા અંડર 15 ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં હરિયાણા ફાઈટરે ગુજરાતની ટીમને 9 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીની આગેવાની હેઠળ હરિયાણા ગયેલી અંડર 15 ટીમ તેની તમામ લીગ મેચો અને સેમીફાઈનલ જીતીને ફાઇનલમાં પહોંચી હતી જેમાં દિલ્હીએ હિમાચલ, ઉત્તર પ્રદેશ જેવી મજબૂત ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ખાસ દેખાવ કર્યો હતો. 
એવોર્ડ વિતરણ સમારોહમાં હરિયાણા સરકારના મંત્રી શ્રી ખોખરે વિજેતા ટીમો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કર્યા હતા, જેમાં મોરબીના પ્રિયાંશુ ત્રિવેદીને મોરબીના બેસ્ટ ઓલરાઉન્ડર યોગ બરસારા અને ઉભરતા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ખેલાડી જયવીર.સિંહ ઝાલાને બેસ્ટ ડિસિપ્લીન પ્લેયર અને યશ ગોધાણીને બેસ્ટ વિકેટકીપરનું બિરુદ આપવામાં આવ્યું હતું.