મોદીના જન્મદિવસે નમો વન અર્પણ કરશે....
મોરબી:– મોરબી મચ્છુ 2 ડેમ ખાતે મોરબી પાંજરાપોળની જગ્યા પર બની રહેલા નમો વન નું લોકાર્પણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તારીખ 17મી એ મોરબીમાં આવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી 17 મી સપ્ટેમ્બરે તેમનો 75મો જન્મદિવસ હોય તે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મચ્છુ 2 ડેમ ખાતે બની રહેલા નમો વન તે વડાપ્રધાનને વર્ચ્યુલી અર્પણ કરશે.
આ કાર્યક્રમમાં 7500 પ્રજાજનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
આગામી 17 સપ્ટેમ્બરે બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 75 વર્ષ પૂર્ણ થતા હોય અને તેમનો આ પ્લેટિનમ જન્મદિવસને એક વિશેષ સેવા કાર્યથી ઉજવવા માટે ભાજપ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાંથી એક હાલ મોરબીમાં પણ આ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે પર્યાવરણની રક્ષા માટે જંગલો વધે અને પ્રકૃતિનું ચક્ર સારી રીતે ચાલે તે માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મોરબીની પાંજરાપોળની નિશાળ જગ્યામાં મચ્છુ 2 ડેમ ની પાસે જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી દસ લાખ જેટલા વૃક્ષોનું નમો વન એ જાપાનની મિયાવાંકી પદ્ધતિથી બનાવામાં આવી રહ્યું છે.
17 સપ્ટેમ્બરે બુધવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવશે તેઓના હસ્તે આ નમો વન માનનીય પ્રધાનમંત્રીને વર્ચ્યુલી અર્પણ થશે નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં 7500 જેટલા પ્રજાજનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન થશે. તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.