Saturday - Jul 04, 2026

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલયના હાલના પ્રમુખ બેચરભાઈ હોથીઆ સંસ્થાના ઇતિહાસ વિશે કહે છે કે,  વર્ષ 1976માં મૂળ મોરબીના વતની અને તે સમયે અમદાવાદમાં કલેકટર તરીકે ફરજ બજાવતા જેરાજભાઈ પટેલ નિવૃત થતા તેઓ માદરે વતન મોરબી આવ્યા હતા અને મોરબીમાં આવીને તેમણે જોયું કે, દરેક સમાજમાં દીકરાઓ તો વધતા ઓછા પ્રમાણમાં શિક્ષણ મેળવે છે. પરંતુ દીકરીઓના શિક્ષણની તો વાત દૂર રહી પણ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. સમાજની મોટાભાગની દીકરીઓ શિક્ષણથી વંચિત રહીને તેમનું જીવન ચાર દિવારમાં કેદ બનીને રહી જતું. દરેક પરિવારમાં જ કન્યા કેળવણી બાબતે જૂની રૂઢીવાદી માનસિકતા ઘર કરી ગઈ હતી. આવી સ્થિતિમાં જેરાજભાઈ પટેલે માત્ર દીકરીઓના શિક્ષણ માટે દ્રઢ સંકલ્પ કર્યો અને એ દિશામાં તેઓ મથતા ગયા અને બહુ મહેનતને અંતે કન્યા કેળવણી માટે તેમને સફળતા મળી. 1976માં જેરાજભાઈ પટેલે તેમના બીજા અગ્રણીઓને સાથે લઈ ગામડે ગામડે ફરી પરિવારોને કન્યા કેળવણી બાબતે જાગૃત કર્યા આ કામ સરળ ન હતું. કારણ કે તે સમયે લોકો રૂઢીવાદી માનસિકતાથી એટલા બધા પીડિત હતા કે દીકરીઓને ઘરની બહાર પણ કાઢતા નહિ, શિક્ષણ આપવાની તો બહુ દૂર વાત રહી, દીકરીઓને શિક્ષણ આપવા પ્રત્યે લોકોમાં ઘણી બધી માન્યતા અને સુગ હતી. પણ જેરાજભાઈ અને તેમના સાથીઓએ આ કપરું કામ પણ સૂઝબૂઝ અને કુનેહથી પાર પાડ્યું, પછી જ 1977માં કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલયનો જન્મ થયો અને આ સંસ્થાના પાયા નખાયા બાદ બાંધકામ થયું અને એકંદરે 1978માં આ સંસ્થા શરૂ થઈ ગઈ હતી.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

જેરાજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ વર્ષ 1978માં પટેલ કન્યા છાત્રાલય તો શરૂ કરી પણ ગામડે ગામડે ફરવા અને લોકોના જાગૃત કરવા છતાં ત્યારે પ્રથમ 15 દીકરીઓ જ ભણવા માટે તૈયાર થઈ પણ તેઓ નિરાશ ન થયા અને કન્યા કેળવણીના ભરપૂર પ્રયાસો ચાલુ રાખ્યા. એથી આજે આ સંસ્થા વર્ષે 6400 દીકરીઓને શિક્ષિત કરે છે અને અત્યાર સુધીના લાખો દીકરીઓ શિક્ષિત થઈ ચૂકી છે. આ સંસ્થામાં ભણેલી મોટાભાગની દીકરીઓ કોઈને કોઈ ક્ષેત્રેમાં કામિયાબ થઈ છે.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

છેલ્લા એક બે દાયકાથી ગુજરાત સહિત દેશભરમાં બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા  ગુજરાતમાં સૌપ્રથમ મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો. આજથી 45 વર્ષ પહેલાં દરેક સમાજની દીકરીઓ ભણે એ માટે પટેલ સમાજના અગ્રણીઓએ આગળ આવીને કન્યા કેળવણીને પ્રોહત્સાહન આપવાનું શરૂ કર્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય નામની શૈક્ષણિક સંસ્થા ખોલી અને જોતજોતામાં આ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે. માત્ર દીકરીઓને કોલેજ કક્ષા સુધીનું ઉચ્ચ શિક્ષણ આપતી આ સંસ્થામાં અત્યાર સુધીમાં લાખો દીકરીઓ ભણી ગઈ છે અને સમાજમાં નારી શક્તિનું મોભાદાર સ્થાન મેળવ્યું છે.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

આ સંસ્થા ઉત્તમ શિક્ષણ આપે તેનો પુરાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં જોઈ શકાય છે. દરેક વખતે આ સંસ્થાની દીકરીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોખરે રહે છે અનેક દીકરીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિણામમાં ટોપ ઉપર રહે છે.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

સંસ્થા માટે ગામડે ગામડે ફરી ફંડ એકત્રિત કર્યું1977-78નો એ સમયગાળામાં જ્યારે મગફળીનો ભાવ રૂ.12, કે 13 અને કપાસનો ભાવ રૂ.25 હતા. ત્યારે એક રૂપિયાની પણ વધુ કિંમત હતી અને મોટાભાગના લોકો ખેડૂત હતા. આવા સમયે આ સંસ્થા ચલાવવા માટે લોકો પાસેથી ફંડ એકત્રિત કરવું અઘરું હતું. આવી આર્થિક તંગી વચ્ચે પણ પટેલ સમાજના આગેવાનોએ ગામડે ગામડે જઈને આ ભગીરથ કામ પાર પાડ્યું હતું અને પટેલ કન્યા છાત્રાલય ચલાવવા માટે લોકો પાસેથી જેટલું દાન મેળે એટલું એકઠું કર્યું હતું. તે સમયે લોકો આર્થિક રીતે સધ્ધર ન હોવા છતાં પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જેમ આ સંસ્થા ચલાવવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું.પટેલ સમાજના ટ્રસ્ટીઓ આ સંસ્થાના બાંધકામ માટે પોતાની મૂડી લોન રવરૂપે આપતા.પટેલ કન્યા છાત્રાલયનું બાંધકામ શરૂ થયું ત્યારે આ બાંધકામ માટે મૂડી નહોતી. પણ પટેલ સમાજના આ સંસ્થા માટે નિમાયેલા ટ્રસ્ટીઓ હોંશેહોંશે પોતાની મૂડી લોન સ્વરૂપે સંસ્થાના બાંધકામ માટે આપતા અને ફંડ આવી જાય ત્યારે એ લોન ચુકવાય જતી. એ રીતે આ સસ્થાનો જન્મ થયા બાદ અત્યારે 16 વિધા જમીનમાં પથરાયેલું આ કેમ્પસ 45 વર્ષ પછી ધમધમતુ જોવા મળે છે.

પટેલ કન્યા છાત્રાલયનું શરૂઆતથી રજિસ્ટ્રેશન થયેલું છે.પટેલ સમાજની એક રીતે ટ્રસ્ટ સંચાલિત અર્ધ સરકારી સંસ્થા છે. પણ આ સંસ્થાના દરેક સમાજની દીકરીઓ નજીવા ખર્ચે ભણે છે. કોઈપણ સમાજની દીકરીઓને એડમિશન આપવામાં આવે છે. સંસ્થામાં બહાર ગામડની કે બીજા શહેરની દીકરીઓને રહેવા માટે હોસ્ટેલ પણ છે.આ સંસ્થા બધી રીતે દીકરીઓ માટે સુરક્ષિત છે. આ સંસ્થામાં બે હાઈસ્કૂલ અને સાત આલગ અલગ કોલેજો આવેલી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ મળી રહે છે. કુલ 16 વિધાની જમીનમાં સાત કોલેજ, બે હાઈસ્કૂલ અને હોસ્ટેલમાં 1500 દીકરીઓ આરામથી રહી શકે તેવી વ્યવસ્થા છે.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

પટેલ કન્યા છાત્રાલય નામની સંસ્થાએ સરદાર ધામ સાથે ટાઈપ કરીને પટેલ સમાજની દીકરી અને દીકરાઓ માટે યુપીએસસીની અને જીપીએસસીના વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. સાથેસાથે સમાજની દીકરીઓ શિક્ષિત થવાની સાથે રોજગારી મેળવી શકે તે માટે બીએમએલટીના મેડિકલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સ પુરા થયા બાદ દીકરીઓને 30થી 35 હજારનો પગાર મળી રહે તેવી તૈયારીઓ કરવામાં આવી છે.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

કોરોનાની બીજી લહેર આવી ત્યારે મોરબીમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો હતો. તે સમયે પટેલ કન્યા છાત્રાલય કોરોનાના દર્દીઓને વ્હારે આવીને મદદરૂપ બન્યું હતું. જેમાં આ સંસ્થામાં ત્યારે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું અને 400 દર્દીઓની સેવા કરવામાં આવી હતી. જે માટે ટ્રસ્ટીઓ સમાજમાંથી ફંડ એકત્રિત કર્યું હતું અને આ સંસ્થાઓ કોવિડ વખતે હજારો દર્દીઓને મદદરૂપ બની હતી.

બેટી પઢાઓ અભિયાનનો જન્મ પણ નહોતો થયો ત્યાર પહેલા મોરબીમાં કન્યા કેળવણીનો પાયો નખાયો હતો
હજારો દીકરીઓને 45 વર્ષથી શિસ્તબદ્ધ કેળવણી આપતું પટેલ કન્યા છાત્રાલય

આ સંસ્થામાં પટેલ સમાજના અનેક દાતાઓ દ્વારા હજારો લાખો રૂપિયાનું ફંડ આવે છે. જે ફંડમાંથી આર્થિક રીતે સમક્ષ ન હોય તેવા ગરીબ વર્ગની દીકરીની ફી ભરવામાં આવે છે. એક તો આ સંસ્થા ખૂબ નજીવા દરે શિક્ષણ આપે છે  અને નજીવા દરે પણ દીકરીઓને શિક્ષિત બનાવવાની સાથે આત્મ નિર્ભર પણ બનાવે છે અને ઘણી દીકરીઓ પાસે ફી ભરવાના પૈસા ન હોય તો ટ્રસ્ટીઓ ફી માફ કરી આપે છે. આ અર્ધ સરકારી સંસ્થામાં સરકાર દ્વારા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે.પણ બીજા શિક્ષકોની ખોટ આવે તો ટ્રસ્ટીઓ સ્વભંડોળમાંથી પગાર આપીને દીકરીઓનું ભણતર ન બગડે તે માટે શિક્ષકોની જાતે નિમણૂક કરે છે.