વાંકાનેરના પીપળીયારાજ ગામેં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ખૂબ ઓછું પાણી વિતરણ થતું હોવાથી ગામલોકોને હાલાકી પડે છે. અમરસંગ પમ્પમાંથી પાણી ચાર કલાક સુધી આવે છે.એટલે પૂરતું પાણી આવતું ન હોવાથી ગ્રામજનોને વેચાતું પાણી લેવા મજબુર થવું પડે છે. ઘણીવાર પીવા અને વપરાશ માટે બોરનું ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ કરવો પડે છે.
વાંકાનેરના પીપળીયારાજ ગામના પૂર્વ સરપંચના કહેવા અનુસાર આ ગામમાં હાલ વહીવટીદાર શાસન હોય આ ગામ રાજાશાહી વખતનું 300 વર્ષ જૂનું અને 2011માં 4300ની વસ્તી હોય પણ હાલ આશરે 5600ની વસ્તી હોય આ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને એટલે એક સીઝન શિયાળુ પાક કેનાલ આધારિત હોય અને બાકીની બે સિઝનનો પાક કુવા, બોર તેમજ વરસાદ આધારિત છે.ગામમાં આરોગ્ય કેન્દ્ર છે . પણ ખાટલે મોટી ખોટ એ છે કે, ડોકટરના દર્શન દુલર્ભ છે. એટલે ડોકટર આવતા જતા ન હોય તેમજ ડોકટર ક્યારે આવીને જતા રહે એની ગ્રામજનોને ખબર જ હોતી નથી.આ ગામમાં સુવિધાઓ જોઈએ તો 1થી8 ધોરણની સરકારી સ્કૂલ, માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક શાળા, ગામની અંદરના રસ્તા 60 ટકા સારા, ભૂગર્ભ ગટર 90 ટકા અને કચરાના નિકાલ માટે કોઈ વાહન ન હોય ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટમાંથી લીધેલા વાહનનો કચરાના નિકાલ માટે ઉપયોગ કરાઈ છે.ગામનું બજેટ નામંજૂર થતા ગ્રામ પંચાયતની બોડીને હટાવીને વહીવટીદાર શાસન ચલાવે છે.આ ગામના બીજા ગામને જોડતા નવી તલાવડી, પ્રતાપગઢ, કોટડા નાયાણી, જીવાપર, અરણીટીંબા અને પાંચદ્વારકા, તીથવા ગામના રસ્તા ખખડધજ છે. એને પાકા કરવાની માંગ છે. તેમજ વાંકાનેરનો મિતાણા સ્ટેટ રોડનું નાલું તૂટી ગયું હોવાથી આ નાલાનું પાણી પાછું ઠેલાયને ગામમાં આવે છે. વીજ તંત્રની આ ગામમાં નીકળતી લાઈન વારંવાર તૂટી જતી હોય અને પીંજરા મુક્યા ન હોવાથી જાનહાની થવાનો ભય રહે છે. એક જ ઘરના બે ભાઈઓ અલગ રહેતા હોવાથી અલગ મીટરની માંગ હોવા છતા જીઇબી વાળા દેતા ન હોવાથી ભારે હાલાકી થાય છે. બે ઘર વચ્ચે દિવાલ ઊભી કરવાની જીઇબી વાળા કહે છે. તો મીટર મળે એમ કહે છે..