મોરબીના વજેપરમા વિસ્તારમાં થયેલી મારામારીની સામસામી ફરિયાદ
મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં યુવાન પરણેલો હોવા છતાં અન્ય યુવતીને પ્રેમ કરી બેઠતા તેના પરિવાર અને યુવતીના પરિવાર વચ્ચે સંઘર્ષ થતા આખો મામલો સમાધાન ઉપર આવ્યો હતો અને યુવાનના સાસુના ઘરે બન્ને પક્ષ સમાધાન માટે ભેગા થયા બાદ જૂનું મનદુઃખ સપાટી ઉપર આવતા વણસી ગઈ હતી અને જોત જોતામાં બન્ને પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પરિવારો વચ્ચે મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વજેપરમાં રહેતા મનીષાબેન સુરેશભાઈ થરેશાએ આરોપી હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઈ ચૌહાણ, જીગુબેન હર્ષદભાઈ ઉર્ફે હકો ચૌહાણ, ખોડો ઉર્ફે હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઈ ચૌહાણ અને વિશાલ બાબુભાઇ થરેશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી મનીષાબેનના
જમાઈને હર્ષદભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હોય આ બાબતે મનદુઃખ ચાલતું હોય જેનું સામાધાન માટે આરોપીઓને બોલાવતા સારું નહિ લાગતા આરોપીઓએ પાઇપ, ધોકા અને ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
સામાપક્ષે વિશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઇ થરેશાએ આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેશા, જગદીશ સુરેશભાઈ થરેશા, મનીષાબેનના જમાઈ હિતેશ અને સુરેશ લક્ષ્મણભાઇ થરેશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ સાથે પ્રેમસંબંધ મામલે ઝઘડો ચાલતો હોય સાહેદ હકો ઉર્ફે હર્ષદને આરોપીઓ જોઈ જતા ગાળાગાળી કરી પગમાં પાઇપ મારી ફરિયાદીને આરોપીઓએ છરીના ઘા ઝીકી ઢીકા પાટુનો માર માર્યો હતો.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.