Tuesday - Jul 07, 2026

ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન પચાવી પાડનાર શખ્સોનો આધેડ ઉપર હુમલો

ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન પચાવી પાડનાર શખ્સોનો આધેડ ઉપર હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર કબજો કરી ફેન્સીગ કરી લેવામાં આવતા અગાઉ ફરિયાદી બળવંતભાઈ દેવજીભાઈ દેવડાને આરોપીઓ ધર્મેશભાઇ મુળજીભાઇ ભાગીયા, મુળજીભાઇ હિરાભાઇ ભાગીયા, મનસુખભાઇ ભગવાનજીભાઇ ભાગીયા,ચુનીલાલ ત્રીભોવનભાઇ ભાગીયા અને પ્રફુલભાઇ અમરશીભાઇ ભાગીયા રહે. બધા ગણેશપર ગામ વાળાઓ સાથે બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.