Wednesday - Aug 05, 2026

મોરબી જિલ્લામાં ભાજપ વિરોધી જુવાળ : વધુ 15 ગામોમાં ભાજપને ‘નો એન્ટ્રી’

મોરબી જિલ્લામાં ભાજપ વિરોધી જુવાળ : વધુ 15 ગામોમાં ભાજપને ‘નો એન્ટ્રી’

ખેડૂતની માંગ મુજબ પરિપત્ર જાહેર ન થાય તો 2027ની ચૂંટણીમાં ભાજપને ગામોમાં પ્રવેશવા ન દેવાનો લલકાર

મોરબી : મોરબીના જેતપર ગામે વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ખેતરોમાં નાખવા સામે ચાર ગણું ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી સાથે લાંબા સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ભાજપ વિરોધી જુવાળમાં તબદીલ થયું છે. ખેડૂતોની માંગણી મુજબ વળતર અંગેનો પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો અને નેતાઓને ગામોમાં પ્રવેશ નહીં આપવા માટે વિરોધના બેનરો લગાવવાનો સિલસિલો શરૂ થયો છે. અગાઉ કેટલાક ગામોમાં લગાવાયેલા બેનરો બાદ હવે વધુ 15 ગામોમાં ભાજપની ‘નો એન્ટ્રી’ના બેનરો લગાવવામાં આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં ભાજપના વિરોધમાં બેનરો લાગેલા ગામોની સંખ્યા વધીને 23 જેટલી થઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે. 

મોરબી જિલ્લામાં ભાજપ વિરોધી જુવાળ : વધુ 15 ગામોમાં ભાજપને ‘નો એન્ટ્રી’

2027ની ચૂંટણી અગાઉ ઉકેલ ન આવે તો ભાજપ વિરોધી આગ વધુ ભડકવાના એંધાણ

ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજલાઇનો અને વીજપોલ માટે મળતું વળતર કોઈ કાળે યોગ્ય નથી અને સરકારે હમણાં ડબલ ગણા વળતરનો જે પરિપત્ર જાહેર કર્યો તે પણ યોગ્ય વળતર જ નથી. વીજ કંપનીઓ એક વખત વળતર આપીને છૂટી જશે. સામે ખેડૂતોને તો કાયમી જમીનથી હાથ ધોવા પડશે એટલે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ચાર ગણું વળતર અને મોબાઈલ ટાવરની જેમ યોગ્ય ભાડું ચૂકવવા સહિતની માંગણીઓ સાથેનો નવી પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે અને 2027ની ચૂંટણી પહેલા માંગનો ઉકેલ ન આવે તો વધુને વધુ ગામોમાં ભાજપ વિરોધી આગ વધુ ભડકે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

મોરબી જિલ્લામાં ભાજપ વિરોધી જુવાળ : વધુ 15 ગામોમાં ભાજપને ‘નો એન્ટ્રી’

અત્યાર સુધી 23 ગામોમાં ‘ભાજપને નો એન્ટ્રી’ના બેનર

જેતપરમાં લાંબા સમયથી અહિસંક માર્ગે ખેડૂત આંદોલન ચાલતું હોવા છતાં સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રએ જરાય દરકાર જ ન કરતા અંતે સત્તાધારીપક્ષનું નાક દબાવવા ખેડૂતોએ નવી રણનીતિ સાથે આક્રમક તેવર બતાવવાની લડત શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં જેતપર રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા, ખીરઈ, બેલા, પીપળી, ધરમપુર, હરિપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), ભરતનગર, સદુળકા,   દાદાશ્રીનગર, રોટલીગામ (અમરનગર), ક્રુષ્ણનગર, ગૂંગણ, ગાળા, પીલુડી, નવા દેવળીયા, જબલપુર, અણીયારી સહિતના 23 ગામોમાં ભાજપને જાકારો આપવામાં આવ્યો છે. ત્યારે બેહિષ્કારની આ લડત કેવું પરિણામ લાવે છે તે જોવું રહ્યું.