વાંકાનેર તાલુકાના જામસર ગામે એક અજાણ્યો શખ્સ ગામના ગમે તેના દરવાજા ખખડાવી ન સમજાય તેવી ભાષા બોલતો હોય ગામના બે વ્યક્તિએ આ શખ્સને પડકારી માર મારતા તે શખ્સનું મોત થવાથી કાયદો હાથમાં લેવા બદલ ગામના બે વ્યક્તિ સામે હત્યાનો ગુન્હો દાખલ થયો છે.
વાંકાનેર તાલુકાના જામસર ગામે લખમણભાઈ રૂપાભાઇના મકાન નજીક ખેતરમાંથી ગત તા.24ના રોજ અજાણ્યા શખ્સનો મૃતદેહ હાથ લગતા બનાવ શંકાસ્પદ હોવાથી પોલીસે પીએમ કરાવતા પીએમમાં અજાણ્યા શખ્સનું માર મારવાથી મોત થયાની ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવતા ગામના જ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગામના સરપંચને જ ફરિયાદ નોંધાવી હતી. આ ચોંકાવનારા બનાવમાં જામસર ગામના સરપંચ પથુભાઇ ભનુભાઈ દેલવાડિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયા નોંધાવી હતી કે, ગત તા.24ના રોજ મરણજનાર અજાણ્યો શખ્સ ગામમા ગમે તેના ઘરના દરવાજા ખખડાવતો હોય તેને સમજાવી જતો રહેવા કહેવા છતા પણ ન જતા ગામના પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયાએ આ વ્યક્તિને લાકડી વડે તેમજ અશોકભાઈ નથુભાઈ દેલવાડિયાએ દોરડા વડે માર મારતા આ શખ્સનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.