મોરબી :બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપરના અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.જેને ઘેરા પ્રત્યાઘાત ભારતમાં પડી રહ્યા છે. બાંગ્લાદેસમાં હિન્દૂઓ ઉપર થઈ રહેલા અત્યાચારોનો ભારતમાં વ્યાપકપણે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં વિવિધ હિન્દૂ સંગઠનોએ બાંગ્લાદેસમાં હિન્દૂઓ ઉપર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વડાપ્રધાનને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેસમાં હિન્દૂઓ ઉપર થઈ રહેલા અત્યાચારો ભારે અન્યાયકારી છે. તેના વિરોધમાં શાંતિથી પ્રદર્શન કરી રહેલા સંતને કેદ કરી લીધા છે. આથી ભારત સરકાર ડિપ્લોમેશી રીતે કાર્યવાહી કરીને બાંગ્લાદેસમાં હિન્દૂઓ ઉપર થઈ રહેલા અત્યાચારોને અટકાવી હિંદુઓને રક્ષણ પૂરું પાડે તેમજ સંતનો છુટકારો કરવાની માંગ કરી હતી.