Sunday - Jul 05, 2026

સાર્થક વિદ્યામંદિર દ્વારા 12 જેટલા કારકિર્દી સેમીનાર યોજાયા

સાર્થક વિદ્યામંદિર દ્વારા 12 જેટલા કારકિર્દી સેમીનાર યોજાયા

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં છેલ્લા દોઢ માસના સમયમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે 12 જેટલા ઉપયોગી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યા હતા  ધોરણ 9 થી 12 માં ઉત્તમ શિક્ષણ મેળવ્યા બાદ કારકિર્દી અર્થે અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે અને તે શાળામાંથી મળી રહ્યું છે. સાર્થક વિદ્યામંદિર શાળાની  દીર્ઘદ્રષ્ટિ ,  આચાર્ય દીદી ગુરુજીઓની ખૂબ જ મહેનત ,માતા-પિતાઓનો સહકાર તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ કારણે આ બધું શક્ય બની રહ્યું છે.