Saturday - May 16, 2026

વાંકાનેરના માટેલ રોડ પર સિરામિક કારખાનામાં યુવાને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

વાંકાનેરના માટેલ રોડ પર સિરામિક કારખાનામાં યુવાને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના વતની ગીગાભાઈ ભુપતભાઇ સીતાપરા ઉ.વ.35 નામના શ્રમિકે ગત તા.11ના રોજ લેબર કવાટર્સમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ આપઘાતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.