Sunday - Aug 23, 2026

મોરબીમાં સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય સંમેલન યોજાયું

મોરબીમાં સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય સંમેલન યોજાયું

મોરબી : તા. 28 ,29 ડિસેમ્બર 2024ના રોજ કંડલા બાયપાસ, ઓમ શાંતિ સંકુલ મોરબી ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય સંમેલન યોજાયું હતું.જેમાં સૌરાષ્ટ્રના 16 જિલ્લામાંથી 500 થી વધુ કાર્યકર્તાઓની હાજરી રહI હતી. સંસ્કૃત વસ્તુ ,ચિત્ર ,વિજ્ઞાન ,હસ્તલેખિત ગ્રંથ ,યજ્ઞ પાત્ર, સંગઠન કાર્ય, વંદે સંસ્કૃત ડિજિટલ સ્ટોર ,સભાસણ સંદેશ ગૃહે ગૃહે સુભાષિતમ ,સંસ્કૃત ગૌરવ પરીક્ષા ,પત્રાચાર દ્વારા સંસ્કૃત વગેરેની અદભુત પ્રદર્શનની રાખવામાં આવી હતી.

સંસ્કૃત ભારતી દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્ય લોકો ખરીદી શકે તે માટે સાહિત્યના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જે સંપૂર્ણ સંસ્કૃતમાં હતું ,જેમાં સંવાદ, ગીત, ગરબા ,નૃત્યનાટીકા , કથ્થક વગેરે સંસ્કૃતમાં રજૂ કરાયા હતા. બે દિવસ દરમિયાન સતત યજ્ઞ શરૂ રાખવામાં આવ્યો હતો .આવનાર તમામ મહાનુભાવો એ આ  યજ્ઞમાં આહુતિ આપી હતી. સંસ્કૃત ભારતીમાંથી ઉપસ્થિત અધિકારીગણે સંસ્કૃતના આ કાર્ય માટે વિવિધ સત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્કૃતના આ સંમેલન માટે પોતાની જગ્યા ફાળવીને તેમજ આર્થિક સહયોગ કરીને ટી ડી પટેલે સંરક્ષકની ભૂમિકા ભજવી હતી. સંસ્કૃત ભારતી તરફથી માર્ગદર્શક અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. જેમાં સત્યનારાયણ ભટ્ટ (અખિલ ભારતીય મહામંત્રી, સંસ્કૃત ભારતી), ચંદ્રશેખર વજે (અધ્યક્ષ પશ્ચિમ ક્ષેત્ર, સંસ્કૃત ભારતી) ,પ્રો. સુકાંતકુમાર સેનાપતિ (કુલપતિ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય) પ્રો. ચેતન ત્રિવેદી (કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય),  વિઠ્ઠલભાઈ વાગડીયા (ટ્રસ્ટી સંસ્કૃત ભારતી ,સૌરાષ્ટ્ર પ્રાંત) , ધનેશ્રીબેન ભટ્ટ (કેનેડા) તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી, સહમંત્રી વગેરે અને દામજી ભગત (નકલંકધામ બગથળા), પુરુષોત્તમ ભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ), કે બી ઝવેરી (જિલ્લા કલેકટર મોરબી), જે જે રાવલ (ભૂતપૂર્વ isro વૈજ્ઞાનિક), કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી માળિયા), કુમનભાઈ ખૂંટ (રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ) હાજર રહ્યા હતા.

મોરબીમાં સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય સંમેલન યોજાયું