Monday - Feb 17, 2025

મોરબીના બંધુનગર નજીક રોંગ સાઈડમાં આવેલ ટ્રકે બાઈક ચાલકનો ભોગ લીધો

મોરબીના બંધુનગર નજીક રોંગ સાઈડમાં આવેલ ટ્રકે બાઈક ચાલકનો ભોગ લીધો

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવેલ ટ્રક ચાલકને કારણે ચાર - ચાર વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બાઈક સવાર ઉપર ડમ્પર ટ્રક ફરી વળતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અને એક કારમાં પણ નુકશાન થયું હતું.

અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરાએ જીજે -31 - ટી - 4553 નંબરના ટ્રક ચાલક અને જીજે - 12 - એટી - 9670 નંબરના ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં બંધુનગર નજીક રોડની કટ્ટમાંથી આરોપી ટ્રક ચાલકે રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચલાવી સામે આવતા તેમને બાઈક ધીમું પડ્યું હતું. આ વેળાએ પાછળથી આવતા ડમ્પર ચાલકે પુરઝડપે પોતાનું ડમ્પર ચલાવી તેમના બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં દિનેશભાઇ લવજીભાઈ વોરા ઉ.40નું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં એક કારને પણ ડમ્પર ચાલકે ઠોકર મારી હતી. અકસ્માત બાદ વાહનચાલકો વાહન રેઢા મૂકી નાસી ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.