Saturday - May 02, 2026

મોરબીના રાજપર ગામની માધ્યમિક શાળામાં માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

મોરબીના રાજપર ગામની માધ્યમિક શાળામાં માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

મોરબી : મોરબીના રાજપર ગામે આજરોજ રાજપર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી તેમજ પોલીસ અધિક્ષકની કચેરી-મોરબી દ્વારા નશાકારક બાબત તેમજ માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

મોરબીના રાજપર ગામની માધ્યમિક શાળામાં માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

જેમાં RTO ઇન્સ્પેક્ટર મેવાડા સાહેબ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર H.V. સોમૈયા સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ડાભી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી AEI ફાલ્ગુનીબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને રોડ સેફટી, નશામાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું, વાહન ધીમે ચલાવવું, લાઈસન્સ વગર વાહન ન ચલાવવું જોઈએ જેવી બાબતો વિશે ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓને માગદર્શન આપ્યું હતું. જે બદલ શાળાના આચાર્ય શ્રી નિમેષભાઈ ફળદુ  તથા  શાળા પરિવાર પધારેલ દરેક અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીના રાજપર ગામની માધ્યમિક શાળામાં માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો
મોરબીના રાજપર ગામની માધ્યમિક શાળામાં માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો