Monday - Sep 16, 2024

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જનોઈ બદલવાની વિધિ યોજાશે

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જનોઈ બદલવાની વિધિ યોજાશે

ભુદેવો મોટાભાગે  રક્ષાબંધનના દિવસે જનોઈ બદલતાં હોય છે. ત્યારે આ વર્ષે 19 ઓગસ્ટના રોજ મોરબીમાં જનોઈ બદલવાની વિધિ યોજાશે. શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લ- મોરબીએ જણાવ્યું હતું કે, શ્રાવણી કર્મ પર્વ મોરબી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજ- ભુદેવો માટે જનોઈ બદલવાનું મુહૂર્ત સં.2080 શ્રાવણ સુદ પુર્ણિમા- સોમવાર તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 8-30 કલાકે છે. જેથી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ઉપક્રમે મોરબીની જેલ પાસે વાંકાનેર દરવાજા બહાર આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જનોઈ બદલવાની વિધિ રાખવામાં આવી છે.