મોરબી : મોરબીથી હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામની ગોળાઈમાં મિક્સર વાહન અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત બે લોકોને ઇજાઓ પહોંચી હતી.
ગત તા.26ના રોજ જીજે - 18 - બીયું - 6675 નંબરની રીક્ષા લઈને મોરબીથી ચરાડવા જઈ રહેલા ઇકબાલભાઈ નૂરમામદભાઈ ગાલબ અને સાહેદ અલરખાભાઈ રહે.વાવડી રોડ, શ્રીજી પાર્ક, મોરબી વાળા નીચી માંડલ નજીક પહોંચતા આગળ જતા મિક્સર વાહનના ચાલકે અચાનક બ્રેક મારતા રીક્ષા મિક્સર વાહન સાથે અથડાતા મિકસરનું બકેટ રીક્ષા ઉપર પડતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે જીજે - 36 - એસ - 6959ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.