Sunday - May 17, 2026

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં શોભાયાત્રા આયોજન થયું હતું.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં શોભાયાત્રા આયોજન થયું હતું.

આદિવાસી ભીલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ટંકારા:- તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હતો તે નિમિત્તે ટંકારામાં આદિવાસી ભીલ સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શિસ્ત અને સંયમનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું, આ શોભાયાત્રામાં મૂળ નિવાસી પોતાના સાંસ્કૃતિક પહેરવેશ અને ઓજારો સાથે જોડાયા હતા, ટ્રાફિકને અડચણ ન થાય એવા ઉદેશ્યથી રેલીનું પ્રસ્થાન ડોક્ટર આંબેડકર હોલ થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ખીજડીયા ચોકડી પાસે સમાપ્ત કરવામાં આવ્યું હતું, ગત વર્ષે મોરબી રોડ પર રેલી યોજાઇ હતી પરંતુ આ વખતે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગ બદલાયો હતો આ શોભાયાત્રામાં બિરસા મુંડાના ગગનભેદી નારા સાથે જય જોહારના નાદ અને ડીજેના તાલે લોકોએ હર્ષભેર રેલીમાં ભાગ લીધો હતો.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં શોભાયાત્રા આયોજન થયું હતું.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં શોભાયાત્રા આયોજન થયું હતું.