Friday - Apr 24, 2026

સરકારી શાળાઓની સ્થિતિ કથળી ગયાની ફરિયાદ વચ્ચે ઉજળા સંજોગોનું સરાહનીય કાર્ય

સરકારી શાળાઓની સ્થિતિ કથળી ગયાની ફરિયાદ વચ્ચે ઉજળા સંજોગોનું સરાહનીય કાર્ય

મોરબી જિલ્લામાં પણ સરકારી શાળામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યાની વ્યાપક ફરિયાદોને કારણે આર્થિક રીતે સક્ષમ અસંખ્ય લોકો પોતંના બાળકોને સરકારી શાળામાં ભણાવા રાજી ન હોવાથી ખાનગી સ્કૂલનું વર્ચસ્વ વધી ગયું હોય અને હવે માત્ર ગરીબ વર્ગના બાળકો જ સરકારી શાળા ભણતા હોવાની પરિસ્થિતિ વચ્ચે મોરબીની એક સરકારી શાળામાં સારું શિક્ષણની સાથે મનગમતી પ્રવૃત્તિઓ કરાવાતી હોવાના ઉજળા સંજોગોનું સરાહનીય કાર્ય સામે આવ્યું છે. જેમાં સરકારી શાળાની બાળાઓને રિસોર્ટની ભરપૂર મજા કરાવી એ બાળાઓના ચહેરાની ખુશી જોઈને પ્રિન્સિપાલ, શિક્ષકો સહિતનો સ્ટાફ ધન્ય બની ગયો હતો.

સરકારી શાળાઓની સ્થિતિ કથળી ગયાની ફરિયાદ વચ્ચે ઉજળા સંજોગોનું સરાહનીય કાર્ય

પ્રવર્તમાન સમયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે જીવાતા જીવનનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે, પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એ ખૂબજ જરૂરી છે. આજના બાળકો ખુબજ હોંશિયાર, ખુબજ સ્માર્ટ અને ચંચળ હોય, ભણતરની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરવી ગમતી હોય છે,ત્યારે મોરબીની PMSHRI માધાપરવાડીની વિદ્યાર્થીનીઓએ કામધેનુ ફન રિસોર્ટનો પ્રવાસનો લાભ લીધો હતો જેમાં વિવિધ રાઈડ, હીંચકા,લપસણી, ચકરડી  વગેરેમાં બેસીને ખુબજ મોજ મજા અને આનંદ માણ્યો હતો, આ પ્રવાસને સફળ બનાવવા અરવિંદભાઈ કૈલા,નિકિતાબેન કૈલા, ગીતાબેન અંદિપરા, અલકાબેન કોરવાડિયા, હિનાબેન ચાવડા,નિમિષાબેન ચાવડા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા પ્રીન્સિપાલે સભાળ્યું હતું.

સરકારી શાળાઓની સ્થિતિ કથળી ગયાની ફરિયાદ વચ્ચે ઉજળા સંજોગોનું સરાહનીય કાર્ય