Friday - Oct 09, 2026

માળીયા મિયાણાના ભાવપરમાં ઝેરી જનાવરના ડંખથી પરિણીતાનું મોત

માળીયા મિયાણાના ભાવપરમાં ઝેરી જનાવરના ડંખથી પરિણીતાનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે ખેતમજૂરી કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાનું વતની દંપતી ગત તા.19ના રોજ મુસ્તાકભાઈ સુમરાના મકાનના ફળિયામાં સુતા હતા ત્યારે રાત્રીના સમયે અચાનક જ નિરૂબેન રવિન્દ્ર ઉર્ફે રવિભાઈ સોલંકી ઉ.વ.31ને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું,બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.