હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ગોલસણ ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 195 બોટલ તેમજ મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. દરોડા બાદ આરોપીની પૂછતાછમાં અન્ય એક આરોપીનું નામ પણ પોલીસે ખોલાવ્યું હતું.
હળવદ પોલીસે બાતમીને આધારે ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી આરોપી તેજસ ઉર્ફે પિન્ટુ નરસીભાઈ લાંઘણોજા રહે.ખાખરેચી વાળાને ઝડપી લઈ વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 195 બોટલ કિંમત રૂપિયા 2,53,500 તેમજ રૂ.30હજારની કિંમતનું બાઈક કબજે કરી આરોપીની પૂછતાછ કરતા દારૂના આ ધંધામાં આરોપી સુરેશ જેસિંગભાઈ સુરેલા રહે.ગોલાસણ વાળાનું નામ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.