મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર ગાંધીચોકમા આવેલ રાજસ્થાની પાઉંભાજી દુકાન નજીક બજારમા ખરીદી કરવા પરિવાર સાથે નીકળેલા પરિણીતાને શિકાર બનાવી બાઈક ઉપર આવેલ સમડીએ સોનાના એક તોલના ચેઇનની ચિલઝડપ કરી અંધારામાં ઓગળી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકા પોલીસ લાઈનમાં રહેતા અને માળીયા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીના પત્ની નિરુબા મેહુલસિંહ ભાટિયા ઉ.27 નામના પરિણીતાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ તેઓ તેમના જેઠાણી સહિતના પરિવારના સભ્યો સાથે બજારમાં ખરીદી માટે ગયા હતા ત્યારે ગાંધીચોક પાસે રાજસ્થાની પાઉભાજી સામે બાઈક ઉપર આવેલ બે અજાણ્યા શખ્સોએ ઝોટ મારી ગળામાંથી 10 ગ્રામ વજનનો સોનાનો ચેઇન કિંમત રૂપિયા 80 હજાર આચકી નાસી ગયા હતા.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.