Saturday - Oct 03, 2026

માટેલ રોડ પર ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા બાઈક ચાલકનું મોત

માટેલ રોડ પર ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ - ઢુંવા રોડ પર ગઈકાલે સાંજના સમયે જીજે - 03 - ડીએલ - 2952 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મનીષભાઈ વીંઝવાડિયા રહે.નવાપરા, પંચાસર રોડ વાળાને જીજે - 03 - બીડબ્લ્યુ - 8828 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મનિષભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના પુત્ર શ્રવણભાઈ ઉર્ફે ગટ્ટુ મનીષભાઈ વીંઝવાડિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.