Thursday - May 21, 2026

ટંકારા નજીક રીક્ષાની જોરદાર ટકકરથી બાઈક ચાલકનું મોત

ટંકારા નજીક રીક્ષાની જોરદાર ટકકરથી બાઈક ચાલકનું મોત

મોરબી : ટંકારાથી અમરાપર જવાના રસ્તે ગત તા.14ના રોજ ટંકારાથી અમરાપર તરફ બાઈક નંબર જીજે - 03 - ડીબી - 8950 લઈને જઈ રહેલા અરવિંદભાઈ છગનભાઇ મકવાણા રહે.નવા અમરાપર વાળાને જીજે-03- બીયું - 8635 નંબરની રીક્ષા ચાલક આરોપી યાકુબભાઈ બાદીએ હડફેટે લઈ ઠોકર મારતા અરવિંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની કમળાબેને ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.