Tuesday - Jun 30, 2026

મોરબીમાં કારમા દારૂની હેરફેર કરતા 3 પકડાયા

મોરબીમાં કારમા દારૂની હેરફેર કરતા 3 પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલ પાસેથી પસાર થતી જીજે - 36 - એપી - 2402 નંબરની બલેનો કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી નાગેશ ઉર્ફે નાગરાજ રમેશભાઈ સારેસા અને બકુલ દેવજીભાઈ ચૌહાણ રહે.બન્ને વીસીપરા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂના 96 ચપલા કિંમત રૂપિયા 12000 મળી આવતા પોલીસે 3 લાખની કાર સહિત 3.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ભક્તિનગર સર્કલ પાસે જય ગણેશ હોન્ડાના શોરૂમ પાછળથી એક્સેસ મોટર સાયકલ ઉપર નીકળેલા આરોપી જગદીશ સામતભાઈ સાવધાર રહે. લીલાપર રોડ મોરબી વાળાને અટકાવી તલાશી લેતા એક્સેસમાંથી બેલેન્ટાઇન વ્હીસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 1200 મળી આવતા પોલીસે 50 હજારના એક્સેસ સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમા વિરપરના રામશી રવજીભાઈ રબારી પાસેથી દારૂની 4 બોટલ મેળવી હોવાનું કબુલતા રામશીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો હતો.