વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરકારને રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને સરકારે બે બ્રિજ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાન લઈને સરકારે વાંકાનેર થી કુવાડવાને જોડતા સ્ટેટ હાઇવે (રીસરર્ફેસીંગ) બનાવવા માટે આશરે 12.40 કિલોમીટર અંદાજે 15.50 કરોડનાં ખર્ચે તેમજ વાંકાનેરથી અમરસર, મિતાણા આવતાં નવા મેજર/ માઈનોર બ્રિજ બનાવવા માટે આશરે 6.50 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્યએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.