મોરબી આજે રાજકોટ રેન્જ આઈજી મોરબીની વિઝીટે આવ્યા હતા.તેઓએ પદાધિકારીઓ સાથે વ્યાજખોરોનો પઠાણી ઉઘરાણીનો ભોગ બનેલા પીડિતો વ્યથા સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીડિતોએ રેન્જ આઈજી સમક્ષ વ્યથા ઠાલવી હતી કે, મોરબીમાં વ્યાપાર ધંધાનો વ્યાપ વધુ હોય વ્યાપાર, ઉદ્યોગ માટે વ્યાજખોરોના વધુ સંપર્કમાં આવતા હોય આ વ્યાજખોરો પણ તગડા વ્યાજે પૈસા આપીને ગામ ન છોડે કે આત્મહત્યા ન કરે ત્યાં સુધી ત્રાસ આપે છે. આવા 19 પીડિતોએ સ્થાનિક પોલીસની નકામી પણ રજૂ કરી હતી.